નાણાપ્રધાને ગુરુવારે રજૂ કરેલા બજેટમાં શેરોમાં 1 લાખ રૂપિયાની કમાણી પર 10 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ કરીને પ્રથમ વર્ષમાં રૂ.20,000 કરોડની રેવન્યુ મેળવવાની ગણતરી રાખી છે. પરંતુ તેનાથી નિરાશ થયેલા રોકાણકારોએ ભારે વેચવાલી કરતા શેરબજારો શુક્રવારે 2.5 ટકા ગબડ્યા હતા.
એનડીએ ગઠબંધનમાં સામેલ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) મોદી સરકારના સામાન્ય બજેટથી નાખુશ છે. આંધ્રપ્રદેશ માટે કોઇ મોટું એલાન નહીં હોવા પર મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ શુક્રવારે કેબિનેટ મંત્રીઓની સાથે મીટિંગ કરી.
કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીએ બજેટ 2018-19માં લઘુમતી બજેટમાં પાછલા વર્ષની અપેક્ષામાં 503 કરોડ રુપિયાની વૃદ્ધિ કરી ચે. લઘુમતી મામલા માટે બજેટમાં 4700 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી સમય કરતા પહેલા કરાવવાની અટકળો વચ્ચે માનવામાં આવી રહ્યું હતું કે, મોદી સરકારનું છેલ્લું બજેટ ‘ફુલગુલાબી’ હશે, જેમાં બધા વર્ગોનું પુરું ધ્યાન રાખવામાં આવશે, પરંતુ નાણાંમંત્રી અરૂણ જેટલીએ જ્યારે પોતાનો પટારો ખોલ્યો તો મિડલ ક્લાસ અને શહેરોમાં વસતા નોકરીયાતો લોકોને નિરાશા સાંપડી. સરકારે કેટલીક રાહતો ચોક્કસ આપી, પણ પાછલા બારણે પાછી પણ લઈ લીધી. એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે, આખરે મોદી સરકારે પોતાના છેલ્લા વર્ષમાં મિડલ ક્લાસને નિરાશ કરવાનું ‘મોટું રિસ્ક’ કેમ લીધું? શું ગરીબો, દલિતો અને ખેડૂતોનું ધ્યાન રાખવાના ચક્કરમાં સરકારે જાણી-જોઈને મિડલ ક્લાસને ‘નજરઅંદાજ’ કર્યો? આ સવાલોનો જવાબ તાજેતરમાં થોડા સમય પહેલા કેટલાક રાજ્યોમાં થયેલી સ્થાનિક ચૂંટણીઓ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોમાં છૂપાયેલો છે.
બજેટ 2018માં સરકારે સરકારના મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે સિલેકટેડ ચીજો પર કસ્ટમ ડયુટી વધારવા સિવાય સોશિયલ વેલફેર સરચાર્જ લગાવ્યો છે. જયારે પેટ્રોલ અને ડિઝલના ઈમ્પોર્ટપર બજેટમાં અન્ય એક સેસ લગાડવામાં આવ્યો છે. જયારે એક્સાઈઝ ડયુટીને ઘટાડવામાં આવી છે. એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં 2 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે છે.
બજેટ 2018માં સરકારે સરકારના મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન
આપવા માટે સિલેકટેડ ચીજો પર કસ્ટમ ડયુટી વધારવા સિવાય સોશિયલ વેલફેર સરચાર્જ લગાવ્યો છે. જયારે પેટ્રોલ અને ડિઝલના ઈમ્પોર્ટપર બજેટમાં અન્ય એક સેસ લગાડવામાં આવ્યો છે. જયારે એક્સાઈઝ ડયુટીને ઘટાડવામાં આવી છે. એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં થોડો ઘટાડો આવી શકે છે.
નાણા મંત્રી અરૂણ જેટલીએ નાણાકીય વર્ષ 2018-19 માટે બજેટ રજૂ કરી દીધું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ આ બજેટને 21મી સદી માટે ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચરને શ્રેષ્ઠ બનાવવા અંગેનું છે તેમ જણાવી, જેટલી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં છે.
લોકસભામાં સંસદમાં નાણા પ્રધાન અરુણ જેટલીએ આજે ચોથુ પૂર્ણ બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટમાં ખેડૂતો અને ગરીબો ઉપર ફોકસ કરવામાં આવ્યું અને તેમના માટે ઘણી યોજનાઓ અને રાહતો રજૂ કરવામાં આવી છે, પરંતુ નોકરિયાત વર્ગ અને રોકાણકારોને કોઈ રાહત આપવામાં આવી નથી.
નાણામંત્રી અરુણ જેટલી આજે સામાન્ય બજેટ 2018 રજૂ કરશે. આ બજેટમાં નાણામંત્રી મિડલ ક્લાસને ઇન્કમ ટેક્સ મોરચે રાહત આપી શકે છે. આવું તેઓ ટેક્સ છૂટની હાલની લિમિટ 2.5 લાખને વધારીને 3 લાખ કરીને કરી શકે છે, અથવા કોઇ નવો રસ્તો શોધી શકાય છે. ખાસ કરીને પગારદાર વર્ગને ઇન્કમ ટેક્સના મોરચે ખાસ પ્રકારે રાહત આપી શકાય છે.
આગામી બજેટ મોદી સરકારની વર્તમાન ટર્મ માટે છેલ્લું છે ત્યારે નાણાપ્રધાન અરુણ જેટલી ખુશીના મૂડમાં પગારદાર વર્ગને ટેક્સમાં છૂટછાટની કેટલીક લાંબા સમયની માગણીઓ છે તેને સ્વીકારી લે તો આ નોકરીયાતો ચોક્કસ ખુશ થઇ જશે. કેમકે તેમની આવકનો મોટો હિસ્સો બચતમાં જશે તથા હાથ પર સારી એવી રકમ આવશે. ભાજપ જ્યારે વિરોધ પક્ષમાં હતો ત્યારે ટેક્સ લિમિટને વધારવા માટે ખુબ રજૂઆતો કરતો હતો.
ગુરુવારે 2018-19નું જનરલ બજેટ રજૂ થઇ રહ્યું છે ત્યારે દરેક નોકરીયાતને એવી આશા રહે છે કે તેની ઇન્કમ ટેક્સ પર શું અસર પડશે. ઇન્કમ ટેક્સમાં દર વર્ષે કઇંકને કઇંક ફેરબદલ થતી રહે છે. છેલ્લા પાંચ વર્ષમાં ઇન્કમ ટેક્સના સ્લેબ, ટેક્સ કપાતની લિમિટ અને અન્ય ચાર્જિસમાં કેવા ફેરફારો આવ્યા તેની અહીં માહિતી રજૂ કરી રહ્યા છીએ.
સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિ. એમ.થૈન્નારસને આજે વર્ષ ૨૦૧૭-૧૮નું સુધારેલું તેમજ ૨૦૧૮-૧૯નું ડ્રાફટ બજેટ રજૂ કરતાં જેમાં વેરા વધારા સાથે રૂા.૫૩૭૮ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરાયું હતું. વર્ષો બાદ મનપા દ્વારા ડ્રાફટ બજેટમાં મિલ્કત વેરામાં ધરખમ વધારો કરતાં જેમાં રહેણાંક મિલ્કતોમાં ૪૦ ટકા અને બિન-રહેણાંક મિલ્કતમાં ૧૦ ટકા જેટલો વધારો સુરતીજનો ઉપર ઝીંકાયો હતો. યુઝર્સ ચાર્જીસમાં ૩૩૬ કરોડ અને મિલ્કત વેરામાં ર૦૭ કરોડનો વધારો કરવામાં આવ્યો હોવાનું પણ મ્યુ. કમિ.એ જણાવ્યું હતું. મનપાના આ બજેટમાં કુલ કેપિટલ બજેટ રૂા.૨૪૦૭ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે.