ફોર્બ્સ ઇન્ડિયાએ 2019નું 30 અન્ડર 30નું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં સામેલ થનાર એકમાત્ર તેલુગુ એકટર વિજય વિજય દેવરાકોન્ડાએ જણાવ્યું કે, 25 વર્ષની ઉંમરે બેન્કમાં 500 રૂપિયાનું મિનિમમ બેલેન્સ મેન્ટેન કરી શકતો ન હતો. આ લિસ્ટમાં યુ ટ્યૂબર પ્રાજક્તા કોલી પણ સામેલ છે, જેની ચેનલ મોસ્ટલી સેનના 3.2 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.વોટ્સએપે એને પોતાના ફેક ન્યુઝના કેમ્પઈનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલી. એથ્લિટ્સ હિમા દાસ અને નીરજ ચોપરા પણ સામેલ છે. જેમણે એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ આપવ્યો.
અર્જન કપૂર અને મલાઈકા અરોરાની રિલેશનશીપની બોલીવૂડમાં બધાને ખબર પડી ગઈ છે. બંનેના ફોટા અને ટોપિક બી-ટાઉનમાં અવારનવાર ચર્ચાય રહ્યા છે. જોકે, અર્જૂન કપૂરની આ રિલેશનશિપને પરિવારે લીલીઝંડી આપી દીધી છે. બીજી તરફ એક્સ હસબન્ડ અરબાઝ ખાન અને સલમાન આ રિલેશનશીપથી ખુશ નથી. બંને તેમની આ રિલેશનશીપથી નારાજ છે.
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ આમ તો ચર્ચાઓમાં રહે જ છે પણ આ વખતે તેની એક્ટ્રેસ હિના ખાન સાથેની એક તસવીર વાયરલ થઈ રહી છે. હિનાએ પોતે આ તસવીર શેર કરી છે. તસવીર જોયા બાદ રણવીરના ફેન્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.
95 વર્ષીય દિલીપ કુમારની પત્ની સાયરાબાનુંએ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી પાસે મદદ માગી છે. તેમણે લખ્યું છે કે ભૂ-માફિયા સમીર ભોજવાણી તેમને અને દિલીપ કુમારને ધમકી આપી રહ્યો છે. મુખ્યમંત્રી ફડળવીસને ફરિયાદ કરવા છતા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. સાયરાબાનુંએ મોદી પાસે મળવા માટેનો સમય માંગ્યો છે. હકીકતમાં, સમીર ભોજવાણીએ બાંન્દ્રાના પાલી હિલ વિસ્તારમાં આવેલા બે પ્લોટ ઉપર પોતાની માલિકીનો દાવો કર્યો હતો જેમા દિલીપ કુમારનો બંગલો આવેલો છે.